નેત્રંગમાં કતલખાનો કચરો ડંપીગ સાઈડના બદલે મંદિર અને મામાની ડેરી વચ્ચે ઠાલવી જતા હિન્દુઓમા રોષ

SHARE:

– પંચાયત સત્તાધીશ સહિત ટીડીઓ,મામલતદાર અને પીઆઈને આવેદનપત્ર પાઠવી હિન્દુઓની લાગણી દુભાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ ગ્રામપંચાયતના સત્તાધીશોએ નગરજનોને કચરો ડંપીગ સાઈડ પર નાખવા માટેની જાહેરાત કરતા નગરમાં કેટલાક ખાટકીઓ દ્રારા ડંપીગ સાઈડ પર કચરો નાંખવાને બદલે ભાથીજી મંદિર તેમજ ભુતમામાની ડેરી વચ્ચે કતલખાનાનો કચરો નાંખી જતા સ્થાનિક રહીશોમાં રોષની સાથે ધાર્મિક લાગણી દુભાતા કચરો ઠાલવી જતા ખાટકીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યા હતા.

નેત્રંગ ગ્રામપંચાયત હદ વિસ્તારમાં તેમજ ગામની ચારે તરફના પ્રવેશદ્વાર પાસે દુકાધારકો,લારી ગલ્લા,ખાણી પીણીની લારીઓવાળા,હોટલ તેમજ રેસ્ટોરન્ટ વાળા અને નગરમાં ગેરકાયદેસર કતલખાના ચલાવતા ઈસમો થકી સાંજ પડે ને દિવસભરનો કચરો ગમેતેમ રોડ સાઇડ પર નાંખવામાં આવતો હોય તેવા સંજોગોમાં નેત્રંગના ઈન્ચાર્જ ટીડીઓ યોગેશ પવાર થકી કચરો રોડ સાઈડ પર જેમ તેમ નાંખી ગંદકી કરવામાં આવતા લાલમંટોડી વિસ્તારમાં ફેન્સીંગ વાડની સાથે સાથે સીસીટીવી કેમેરા મુકી નજર રાખવામાં આવતા અને છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા ગ્રામપંચાયત થકી રીક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવેલ કે કચરો ગમે ત્યા ફેકનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગ્રામપંચાયત થકી અમરાવતીના કિનારે ડંપીગ સાઈડ હોય ત્યાં કચરો નાંખવાની જાહેરાત કરાતાભા ટાકંપની ફળીયા વિસ્તારમાં ભાથીજી મંદિર તેમજ ભુતમામાની ડેરી ડંપીગ સાઈડ પર જતા પહેલા આવે છે. આ બંન્ને મંદિરો વચ્ચે રસ્તા પર કેટલાક ખાટકીઓ છેલ્લા બે-ત્રણ દિવસ થી કતલખાનાનો કચરો મરધાના પીંછા આંતરડાં અને પક્ષીઓના અવશેષો નાંખી જતા હોય જેની જાણ સ્થાનિક રહીશોને તેમજ દેવમંદિર પુજા અર્ચના માટે આવતા ભાવિકભકતોજનોને થતા નગરભરમાં વાતવાયુ વેગે ફેલતા ધાર્મિક લાગણી દુભાતા નગરભરમાં હિન્દુ સમાજમાં રોષ ફેલાઈ ગયો છે.ધાર્મિક લાગણી દુભાવનારાઓ તેમજ નગરમાં કોમી એકતામાં પલીતો ચાંપનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભાઠાકંપનીના રહીશો સહિત નગરજનોએ નેત્રંગ ગ્રામપંચાયત,નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓ, નેત્રંગ મામલતદાર અને નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે યોગ્ય પગલા તંત્ર તરફથી ભરવામાં નહિ આવેતો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!