best news portal development company in india

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરી ભરૂચની બેંકોનું રૂ.૧૧,૯૯૬.૩૧ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

SHARE:

– જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના વરદ હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૫-૨૬ નું વિમોચન કરાયું 
– ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબ ના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ 
ભરૂચ,
ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ હતી.આ વેળાએ કલેક્ટરના વરદ હસ્તે જીલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૫-૨૬ નું વિમોચન કરાયું હતું.આ પ્રસંગે જીલ્લા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ચિરંજીવ કુમાર,બેન્ક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અનૂપ જ્યોતિષી,જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હાર્દિકસિંહ,આર એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યાદવેન્દ્રકુમાર રાકેશ,ડી.આર.એમ બેંક ઓફ બરોડાના રાજીવ કુમાર,નાબાર્ડ અધિકારી સુજા શિબુ,આર-સેટી ડાઈરેક્ટર હર્ષલ પાટિલ,ડીઆરડીએ  ડીએલએમ પ્રવિણ વસાવા, ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર આનંદ ચૌહાણ,ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા તમામ બેંકના જીલ્લા અધિકારી,નગર પાલિકા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.  
ભરૂચ જીલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા રૂ. ૧૧,૯૯૬.૩૧ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે.આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે.જેમાં ભરૂચ જીલ્લાની ૩૬ બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ. ૨૯૧૧.૨૭ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂ.૮૨૯૬.૪૬ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ.૬૭૪.૮૯ કરોડ,શિક્ષણ લોન માટે રૂ.૧૮.૨૬ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.રાષ્ટ્રીયકૃત બેંકોને રૂ.૪૨૮૫.૨૫ કરોડ નો લક્ષ્યાંક આપ્યો છે.જેમા બેંક ઓફ બરોડાને રૂ.૨૧૯૦.૫૪ કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.૯૫૦.૯૫ કરોડ, ભરુચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.૭૫૬.૫૨ કરોડ, ગુજરાત ગ્રામીણ બેંક ને રૂ.૧૮૨.૭૦ કરોડ,એચડીએફસી બેંકને ૨૩૨૦.૧૯ કરોડ પ્રમુખ લક્ષ્યાંક ફાળવેલ છે.આમોદ તાલુકાને રૂ.૩૩૪.૨૫ કરોડ,અંકલેશ્વર તાલુકાને રૂ.૬૩૦૨.૦૭ કરોડ, ભરુચ તાલુકાને રૂ.૩૬૪૮.૫૧ કરોડ,હાંસોટ તાલુકાને રૂ.૧૯૧.૭૧ કરોડ,જંબુસર તાલુકાને રૂ.૪૦૯.૪૧ કરોડ,ઝઘડિયા તાલુકાને રૂ.૩૩૦.૧૨ કરોડ,વાગરા તાલુકાને રૂ.૪૪૦.૪૭ કરોડ,વાલિયા તાલુકાને રૂ. ૨૩૪.૫૧ કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ.૧૦૫.૧૭ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!