ભરૂચ હાઈવેના સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પર ઓઈલ ધોરાતા વાહનો સ્લીપના થતા ઈજા

SHARE:

– ટુ વ્હીલર વાહનચાલકોને આર્થિક નુકસાન સાથે શારીરિક ઈજાઓ પહોંચી 

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ નેશનલ હાઈવે નંબર–48 પર ગતરોજ મોડી રાત્રિના સમયે એક ટેન્કરમાંથી અચાનક ઓઈલ લીકેજ થવાની ઘટના સર્જાતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલા તેલના કારણે ત્યાંથી પસાર થતા અનેક મોટરસાયકલ તથા મોપેડ ચાલકો સ્લિપ થઈ માર્ગ પર પટકાયા હતા.પરિણામે વાહનચાલકોને આર્થિક નુકસાન સાથે શારીરિક ઈજાઓ પણ પહોંચી હતી.ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હોવા છતાં ટીમ સમયસર સ્થળ પર ન પહોંચતા વધુ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.ખાસ કરીને ટુ વ્હીલર ઉપર સવાર મહિલાઓ પણ પટકાતા કેટલીક મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે થોડીવાર માટે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાદમાં સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથધરી હતી.ઘટનાને લઈને વાહનચાલકોમાં રોષની લાગણી પણ વ્યાપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!