– ઓવરલોડ ખનીજ વહન ના કારણે ઝઘડિયા તાલુકામાંથી અંકલેશ્વર ભરૂચ તરફ જતા ટ્રેકની બદત્તર હાલત બની
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
આજથી નવ દસ વર્ષ પહેલા ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો ધોળીમાર્ગના વિસ્તૃતિકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારથી આ ધોળીમાર્ગનું કામ શરૂ થયું છે ત્યારથી ઝઘડિયા તાલુકાના ફેસ નું કામ આજે પણ અધૂરૂ છે.કેટલાક સ્થળે પુલિયા,નાળા બનાવવાના હજુ પણ અધૂરા છે.વિસ્તૃતિકરણ સમયે તોડી પડાયેલા બસ સ્ટેન્ડો પણ બનાવવાના બાકી છે,જયારથી ધોળીમાર્ગ બન્યો છે ત્યારથી એક પણ ચોમાસું એવું નહીં હોય કે આ રોડ ખોદાઈને ખરાબ નહીં થયો હોય.ત્યારે સ્પષ્ટ થાય છે કે આ માર્ગ બનાવવામાં મોટાપાયે ગોબાચારી થઈ હશે,હાલમાં પણ ગત માસમાં બે ત્રણ કમોસમી માવઠા આવ્યા તેમાં ઝઘડિયાથી અંકલેશ્વર – ભરૂચ તરફ જતા ટ્રેક પર મસ મોટા ખાડા અને મોટા મોટા ચીલા પડી ગયા છે.આ રોડ ખરાબ થવાને ૧૫ થી ૨૦ દિવસ થવા આવ્યા છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા રીપેર કરવાની વાત તો દૂર ખાડા પડીને જે મોટા મોટા ચીલા થઈ ગયા છે તેને સરખા કરવાની પણ તસ્દી જાડી ચામડીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી.આ પડી ગયેલા મોટા ખાડાઓમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે.રાણીપુરા બસ સ્ટોપ પાસે યુવતી ને જે અકસ્માત નડ્યો હતો તે એનું કારણ પણ આ ખરાબ હાલતનો રોડ હોઈ શકે છે.રોડ એટલી હદે ખરાબ થયો છે કે કાર તેમજ બાઈક ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે.પરંતુ ઓવરલોડ ચાલતા હાઇવા ચાલકો આટલા ખરાબ રસ્તામાં પણ બેફામ ચાલી રહ્યા છે.ત્યારે કમોસમી વરસાદના કારણે ખરાબ થયેલા આ ધોરીમાર્ગ પર સત્વરે તેનું સમારકામ કરવામાં આવે જેથી સામાન્ય નાગરિકોને અકસ્માતથી બચાવી શકાય,સામાન્ય કમોસમી વરસાદથી જ સરદાર પ્રતિમા ધોરીમાર્ગની આ હાલત થઈ છે તો ચોમાસામાં શું પરિસ્થિતિ થશે તેની વાહનચાલકો તથા રાહદારીઓને ચિંતા સતાવી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is