ઝઘડિયા જી‍આઈડીસીની કંપનીમાં ૨૦ ફુટ ઉપરથી નીચે પટકાતા કંપનીના મેનેજરનું મોત

SHARE:

– મેનેજર જીગ્નેશ નાયક આકાશ પોલિફિલ્મ કંપનીમાં પ્લાન્ટની છત પર કામ કરતા કામદારોને જોવા ગયા તે દરમ્યાન ફાઈબરની સીટ તુટી જતા નીચે પટકાયા

(જયશીલ પટેલ,ઝઘડિયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં છત ઉપરથી ૨૦ ફુટ નીચે પટકાતા કંપનીના કર્મચારીનું મોત નીપજ્યું હતું. 

મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલિફિલ્મ કંપનીમાં પ્લાન્ટની છત ઉપર કામદારો કામ કરતા હતા.ત્યારે કામદારોની કામગીરીનું નિરિક્ષણ કરવા કંપનીમાં કામ કરતા મેનેજર જીગ્નેશ પ્રમોદલાલ નાયક રહે.મક્તમપુર ભરૂચના છત ઉપર ગયા હતા.તેઓ છત ઉપર પહોંચ્યા તે દરમ્યાન એક ફાયબરની સીટ તેમના પગ પર પડી હતી.આ સીટ તુટી ગયા બાદ જીગ્નેશભાઈ આશરે ૨૦ ફુટ જેટલી ઉંચાઈએથી અચાનક નીચે પડ્યા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ જીગ્નેશભાઈને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા.ઘટના સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં છાસવારે સર્જાતી જીવલેણ દુર્ઘટનાઓમાં એકનો વધારો થયો હતો.જીઆઈડીસીમાં કર્મચારીઓ અને કામદારોની સુરક્ષા બાબતે કંપની સંચાલકો ઉણા ઉતરતા હોવાની વાતો ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેનેજર કક્ષાના કર્મચારીઓની સુરક્ષા બાબતે ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં લાલિયાવાડી ચાલી રહી છે તો સામાન્ય વર્કર તેમજ કોન્ટ્રાક્ટના લેબરો ની સુરક્ષા બાબતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓના સંચાલકોમાં કેટલી સભાનતા હશે તે વિચારવું રહ્યું!

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!