રાજપીપલા ખાતે સરકારી બી.એડ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવની ગૌરવ ભેર ઉજવણી કરાઈ

SHARE:

– મળી માતૃભાષા મને ગુજરાતી ” એ વિષય ઉપર વક્તાઓ જાણીતા સાહિત્યકાર, લેખક અને નર્મદા સાહિત્ય સંગમ ના પ્રમુખ દીપક જગતાપ તથા કવિ શ્રીઘનશ્યામ કુબાવતનું વ્યાખ્યાન યોજાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા તથા નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બી.એડ કોલેજનાના ઉપક્રમે રાજપીપલા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ આજે સરકારી બી.એડ કોલેજ રાજપીપલા ખાતે યોજાયો હતો. જેમાં કાર્યક્રમમાં મંજુલાબેન ચૌધરી પ્રાચાર્યા,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપલા તથા જ્યોતિ જગતાપ પ્રમુખ,જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને કાર્યક્રમના સંયોજક ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે “મળી માતૃભાષા મને ગુજરાતી ” એ વિષય ઉપર તજજ્ઞો બે વક્તાઓ જાણીતા સાહિત્યકાર, લેખક અને નર્મદા સાહિત્ય સંગમ ના પ્રમુખ દીપક જગતાપ તથા ઘનશ્યામ કુબાવત,શ્રી એસ.એમ. શાહ વિદ્યામંદિર, સાવલીના શિક્ષક અને કવિ એ માતૃભાષાનું ગૌરવ ગાન કરી જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા આપણી  અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે.
માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુ ભાષાવાદને પ્રોત્સાહન મળે.માતૃભાષા ગૌરવનું પ્રતિક છે. આ ગૌરવ ત્યારે જ અનુભવાય જ્યારે શિક્ષણ,સંચાર,નોકરી માતૃભાષામાં સરળ હોય. ભાષાનું મહત્વ માત્ર રાષ્ટ્રીય એકતામાં જ નથી, પરંતુ દેશની સંસ્કૃતિની તાકાતમાં પણ છે. ગુજરાતી ભાષા 700 વર્ષથી પણ જૂની છે, અને 6.30 કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે.એ ભાષાઓ જો ખતમથઈ જશે તો એ સંસ્કૃતિ અને એ સમાજ પણ ખતમ થઈ જશે.દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થી ઓએ પણ માતૃભાષા વિષય ઉપર વ્યાખ્યાન આપી માતૃભાષા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સામુહિક પ્રતિજ્ઞા સમૂહમાં લેવાઈ હતી તેમજ.મારી માતૃભાષામાં “હસ્તાક્ષર અભિયાન” ઉપસ્થિત તમામ તાલીમાર્થી વિદ્યાર્થી મંચસ્થ મહાનુભાવો એ માતૃભાષા માં હસ્તાક્ષર કર્યા હતાં.એ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશ જ્હાનો વિડિઓ સંદેશો પણ રજૂ કરાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!