(સંજય પટેલ, જંબુસર)
જીસીઈઆરટી ગાંધીનગર આયોજિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ માર્ગદર્શિત શિક્ષણ સજ્જતા તાલીમનું આયોજન બીઆરસી ભવન જંબુસર ખાતે બી.આર.સી કોઓર્ડીનેટર અશ્વિનભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં જંબુસર તાલુકાના 121 શાળાના શિક્ષકો જોડાયા હતા.આ તાલીમ તારીખ 16 2 2026 થી 28 2 2026 સુધી ચાલશે જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે.આ તાલીમમાં વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકો સરળતાથી વિષય વસ્તુનું જ્ઞાન સમજાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.આ જ્ઞાન આગામી સમયમાં જંબુસર તાલુકાની તમામ શાળાના બાળકો સુધી પહોંચશે.આ તાલીમ દ્વારા શૈક્ષણિક વિકાસ કરવાનો પ્રયાસ છે.વિકસિત ભારત ની આ પહેલ બાળકોનો સર્વાંગી વિકાસ કરી 2048 સુધી ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થશે.




