(સંજય પટેલ,જંબુસર)
સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજિત ભાથીજી વસ્તી વિરાટ હિન્દુ સંમેલન હરીપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી સહિત સંતો મહંતો ની મુખ્ય અતિથિપણા હેઠળ અંબાજી ભાગોળ ખાતે યોજાયું હતું.જેમાં વક્તા તરીકે સહ બૌદ્ધિક પ્રમુખ નિરવભાઈ પટેલે સેવા આપી હતી.
સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે સનાતન સંસ્કૃતિ અને સામાજિક સમરસતાની એકતાનું પ્રતિક એવા ભાથીજી વસ્તીનું હિંદુ સંમેલન અંબાજી ભાગોળ ખાતે બાકરોલ શ્રી હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી,કબીર મંદિર મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના અતિથિપણા હેઠળ યોજાયું હતું.જેમાં પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજી,પૂજ્ય તીર્થ બાપા, કથાકાર નિખીલભાઈ જાની, સહ બૌદ્ધિક પ્રમુખ નિરવભાઈ પટેલ, સંયોજક કલ્પેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આરએસએસની સ્થાપના 1925 માં કરવામાં આવી હતી.તેને સો વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હિંદુ સંમેલન યોજાયું હતું. જેમાં હિન્દુ સમાજની એકતાનો સાક્ષાતકાર જોવા મળ્યો. ચિલ્ડ્રન હોમના બાળકો દ્વારા પર્યાવરણ અંગે સમજાવતી કૃતિ રજૂ કરી વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે,દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવું,પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો તથા પર્યાવરણનું જતન કરવાની શીખ આપી હતી. આ સહિત બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કલ્પેશભાઈ પટેલ દ્વારા સંમેલનમાં જય ઘોષ સાથે રૂપરેખા જણાવી હતી.
વક્તા નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સ્વયમ જાગૃત થઈ રહ્યો છે.ભારત દુનિયામાં સોને કી ચીડિયા સમૃદ્ધ દેશ હતો તેમ કહી ભારત દેશની ખૂબીઓ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અંગે સવિસ્તાર સમજાવ્યું પંથ, પ્રદેશ, ભાષાના કારણે ઘણી વખત સહન કરવું પડ્યું અંગ્રેજોના પ્લાસીના યુદ્ધની વાત કરી હતી 200 વર્ષ સુધી અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું. હિન્દુ સમાજે જાગવાની જરૂર છે, ડોક્ટર હેડગેવારે આ હિન્દુઓને એકત્ર કરવાનું બીડુ ઝડપ્યુ હતું, તથા સમાજ જાગે ત્યારે કેવા પરિવર્તન આવે છે..હિંદુ જ્યારે જાગે ત્યારે વિસ્ફોટક પરિણામ આવે છે તેમ કહી ભારતની શક્તિના પરિચયની વાત કરી, પરિવર્તન સાથે દેશભક્તિ પંચ પરિવર્તન લાવવું જરૂરી છે. કૌટુંબિક ભાવના પ્રગટાવી, સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવી,સ્વ ભાષા બોલવી, સ્વનું જાગરણ કરવું પડશે, સામાજિક સમરસતા કેળવવી પડશે, સતત દેશભક્તિ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવા અને હિન્દુ હોવાનું ગૌરવ કેમ હોવું જોઈએ તે અંગે વાત કરી હતી.
પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશિષ પાઠવતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજને આવા સંમેલનો મળતા રહે,RSS દ્વારા જે પાંચ વિચારો આપ્યા છે,તે દરેક વ્યક્તિએ આ વિચારોને પાંચ વ્યક્તિને આપવા પડશે,હિન્દુ સંમેલન દ્વારા આપણી જાતને જાગૃત કરવી પડશે.RSS ની હિન્દુ જાગૃતિને બિરદાવી હતી.તે સહિત પ્રસંગો દ્વારા વિશિષ્ટ સમજ આપી હતી,તથા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાઈ વિચારો રજૂ કર્યા અને રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળા અંગે વિશેષ ભાર મૂક્યો હતો. ભારત માતાની વિશ્વગુરુ બનાવવા માટે આપણે તત્પરતા દાખવી પડશે એક રુચિ, એક દિલથી ભારતમાતાની સેવા કરવી છે.આપણે બધા હિન્દુ છે તે જાગૃતિ લાવવા આરએસએસ દ્વારા જે સંમેલન યોજાયું તે બદલ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આપણા અંગે વિદ્યા ભારતી ગ્રુપ મંત્રી રઘુવીર ખંભાલા, પૂર્ણકાલીન કાર્યકર લક્ષ્મણસિંહ ચૌહાણ તથા શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ,દુધધારા ડેરી સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજની અતૂટ એકતા અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા.




