ઝઘડિયાના મોટી જાંબોઈ નજીક મોટર સાયકલ રોડ નજીક ગટરમાં ઉતરી જતા ચાલકનું મોત

SHARE:

– મોટી જાંબોઈનો યુવક મોટર સાયકલ લઈને ખેતરે ગયો હતો તે દરમ્યાન ભૂંડ સામે આવી જતા ચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ 

(જયશીલ પટેલ,ઝઘડિયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે ઉમલ્લા નજીકના મોટી જાંબોઈ ગામના ૩૫ વર્ષીય યુવકનું મોટર સાયકલ દુર્ઘટનામાં મોત થયું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટી જાંબોઈ ગામે રહેતો કિરણ મનસુખભાઈ વસાવા ગતરોજ તા.૨૦ મીના રોજ સાંજના છ વાગ્યાના સમયે મોટર સાયકલ લઈને ખેતરે જવા નીકળ્યો હતો.ત્યાર બાદ સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં મોટી જાંબોઈ ગામની ભાગોળ નજીકના વળાંક પર આવતા રસ્તા પર ભુંડ આવી જતા મોટર સાયકલ ચાલક કિરણે મોટર સાયકલ પરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ રોડની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી જઈને ઝાડ સાથે અથડાઈ હતી.આ દુર્ઘટનામાં મોટર સાયકલ ચાલક કિરણને ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ થઈ ગયો હતો.ગંભીર રીતે જખ્મી થયેલ કિરણનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.ઘટના સંદર્ભે મૃતકના પિતા મનસુખભાઈ રાયસીંગભાઈ વસાવા રહે.ગામ મોટી જાંબોઈ તા.ઝઘડિયાનાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!