– કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવા સામે વિરોધ પ્રદર્શન
(જ્યોતિ જાગતાપ,રાજપીપલા)
રાજપીપલાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.યુવા મોરચાએ વિરોધમાં રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું હતું અને રાહુલ અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.
યુવા કોંગ્રેસે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.ભારત મંડપમ ખાતે AI અંગે કોંગ્રેસ એ વિરોધ પ્રદર્શનો કર્યા જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધી નું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે.ભારત 2047 માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશ ને બદનામ કરવાનું કૃત્ય કરે છે.જેનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.




