– સાંઢીયા ગામના કુલ 598 મતદારો માંથી 97 નામો કાઢી નાખવામાં આવ્યા છે હવે માત્ર 501 મતદારો જ યાદીમાં
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
કેવડિયા SIR ની કામગીરી માં રાજકીય નેતાના પરિવારોના નામ ગાયબ થવાની ઘટના સામે આવી છે. જેમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદી માંથી ગાયબથઈ જતા ખૂદ કોંગ્રેસ પ્રમુખ ચોકી ઉઠ્યા છે.
નર્મદા જિલ્લાના કેવડિયામાં SIR (Special Investment Region) ની કામગીરી વચ્ચે મોટા રાજકીય વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની (માજી મહિલા મોરચા પ્રમુખ), માતા, કાકાઓ અને અન્ય કુટુંબીજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે.એવી ફરિયાદ કરી મીડિયા સમક્ષ રણજીત તડવીએ કરી હતી.જેમાં સાંઢીયા ગામના કુલ 598 મતદારોમાંથી 97 નામો કાઢી નાખવામાં આવ્યા છે, હવે માત્ર 501 મતદારો જ યાદીમાં છે.રણજીતસિંહ તડવીનો આક્ષેપ છે કે સરકાર જાણીજોઈને કોંગ્રેસ સમર્થકો અને નેતાઓના નામો ટાર્ગેટ કરીને કાઢી રહી છે.આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.




