– ઈનોવેટ, ઈમ્પ્લિમેન્ટ એન્ડ ઈન્સ્પાયર: શેપિંગ ધ ફ્યુચર’ થીમ અંતર્ગત દેશભરના ૨૫૦ કરતા વધુ ડેલિગેટ્સ ભાગ લેશે
ભરૂચ,
ઔદ્યોગિક રીતે પાંગરી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા તા.૧૩ અને ૧૪ જૂનના રોજ ૧૦મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે, જેમાં ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા,૧૫૮ વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લૌરી એન્ડ કંપની ના ચેરમેન અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે એમ BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોરે જણાવ્યું હતું.
બે દિવસીય કન્વેન્શનમાં ‘ ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ’, ‘ બિઝનેસ પ્રોસેસ ઈનોવેશન્સ’, ‘ ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેક્નોલોજીસ ‘, ‘ ઈન્ડસ્ટ્રી ટાઈટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર’, ‘ રિપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેકચરિંગ’, ‘ સ્ટાર્ટ અપ ધેટ રેડિફાઈન ઈન્ડસ્ટ્રીઝ’ અને પરપઝ બિયોન્ડ પ્રોફિટ’ જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે એમ કન્વેશન ચેરમેન હરીશ જોષી તથા કો.ચેરમેન પ્રવિંદાન ગઢવી એ જણાવ્યું હતું.જેમાં ગ્લોબલ શેપર્સ કોમ્યુનિટી – વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડૉ.સુનીલ પારેખ, ગ્રાન્ટ થ્રોનટન ભારતના વાઈસ ચેરમેન રિચાર્ડ રેકી,જાણીતા એટર્ની લક્ષ્મીકુમારન ના દૈવિન્દ્ર બગલા, રિલાયન્સ ના પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ, સુપરફોર્મ કેમિસ્ટ્રીઝના સીઈઓ રાજ તિવારી, અમદાવાદ યુનિ.ના એસોસિયેટ ડીન પ્રો.ડૉ.પરાગ પટેલ,બોરોસિલ રિન્યુએબલ્સના ચેરમેન પ્રદીપ ખેરૂકા, રિલાયન્સના રીસર્ચ એન્ડ ટેક્નોલોજી વિભાગ ના વડા મહેશ માર્વે, એસઆરએફના પ્રેસિડેન્ટ હરેન્દ્રસિંહ ડાગર,હિન્દાલ્કો બિરલા કોપરના સીઈઓ રોહિત પાઠક, સુપરફોર્મ કેમિસ્ટ્રીઝના સીએમઓ વિકાસ ગર્ગ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના સીઓઓ પ્રદીપ જૈન, મેકેન્સીના નિતીકા નાથાણી,એસઆરએફના વીપી બિમલ પુરી, સિમેન્સના અભિજીત તાંબટ, જીએફએલના પ્રેસિડેન્ટ સનથ કુમાર,ગુજરાત વેન્ચર ફાઈનાન્સ ના મેને. ડિરેક્ટર મિહિર જોષી, મોબિડેન્ટના કો.ફાઉન્ડર વિવેક મડપ્પા અને પુર્ણાહુતી કાર્યક્રમ માં મેજર જનરલ ડૉ.રાજેશ છાબા (રિટા.) તથા કે પી એનર્જી ગ્રુપ ચેરમેન ફારુખ પટેલની વિશેષ ઉપસ્થિતી રહેશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is