– કન્ટેનરમાં પાછળથી આઈશર ટેમ્પો ભટકાતા ચાલક કેબિનમાં ફસાતા પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું : ચાલકને પગમાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખાસેડાયો
ભરૂચ,
ભરૂચના નેશનલ હાઈવેના ઝાડેશ્વર નજીકના ઓવર બ્રિજ પર કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો ભટકાતા ચાલક કેબિનમાં ફસાતા ભરૂચ પાલિકામાં ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે ખાસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ માંથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઝાડેશ્વર ઓવર બ્રિજ પર ગત રોજ રાત્રીના સમયે મહારાષ્ટ્ર પાર્સિંગનું કન્ટેનર બ્રેક ડાઉન થતા બંધ હાલતમાં પડ્યું હતું. આ દરમ્યાન આઈશર ટેમ્પોનો ચાલક પાછળથી ધડકાભેર કન્ટેનરના પાછળના ભાગે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.જેના પગલે આઈશરનો ચાલાક કેબિનમાં ફસાઈ ગયો હતો.જોકે અકસ્માત સદર્ભે ભરૂચ પાલિકાના ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ ને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થતા લોકોના ટોળા ઉમટ્યા હતા.
અકસ્માતના પગલે આઈશર ચાલક કેબિનમાં ફસાતા ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું.જોકે ચાલકના બંને પગ ગંભીર રીતે ફસાતા પાલિકાના ફાયરમેનોએ સહી સલામત બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવ્યા બાદ કલાકોની ભારે જહેમત બાદ ચલાકને સહી સલામત બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ૧૦૮ એમ્બયુલન્સ માં ખાસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો જોકે પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવાનાં પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતને પગલે નેશનલ હાઈવે ને જાણ કરવા છતાં કલાકો સુધી ક્રેન ન આવતા હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી હતી.ત્યારે હાઈવે પર સર્જાતા અકસ્માતને લઈને તાત્કાલિક હાઈવે ઓથોરિરી કામગીરી કરે તે જરૂરી છે.




