નર્મદા જિલ્લામાં ૩૦૨ કરોડના ખર્ચે બે નવા આધુનિક પુલોનું થશે નિર્માણ 

SHARE:

– રાજ્ય સરકાર દ્વારા રેંગણ ઘાટ-રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ-તિલકવાડા ઘાટપર નવા પુલને મંજૂરી : ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને મોટો ફાયદો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટે નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. એટલું જ નહીં નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ અંગે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના જણાવ્યા અનુસાર આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા,વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તાર માંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે સાથે  પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ ૧૭ કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.આ સુવિધાઓથી જનતાને ઘણો મોટો ફાયદો થશે.સરકારના આ નિર્ણયથી નર્મદાવાસીઓ માં આનંદની લાગણી પ્રસરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!