ભરૂચ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકાની પહેલ : શાકમાર્કેટ અને દુકાનદારોને પ્લાસ્ટિક થેલીનો વપરાશ બંધ કરી બાયો ડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા અપીલ

SHARE:

– શાક માર્કેટ અને દુકાનદારોને માર્ગદર્શન આપવા સેનેટરી ઈન્સ્પેકટરોની બે ટીમો કાર્યરત 

– વારંવાર સમજાવવા છતાં પણ પ્લાસ્ટિક થેલી નો વપરાશ બંધ નહીં થયા તો દંડનીય કાર્યવાહી કરાશે

ભરૂચ,

ભરૂચમાં પર્યાવરણ બચાવાના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે નગર પાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને નાગરિકો અને વેપારીઓને બાયો ડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે.

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે.જેને લઈને પાલિકા હદ વિસ્તાર બે ટીમો બનાવવામાં આવી છે.જે અંતર્ગત એક ટીમે શક્તિનાથ શાકમાર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ અને ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી.પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રસ્થાને રાખી બાયો ડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવા સાથે બજારોમાં સ્થળ પર ડેમો આપી બાયો ડિગ્રેડેબલ બેગના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે.ખાસ પ્રકારની બાયો ડિગ્રેડેબલ બેગ ‘ડાયક્લોરો મિથેન’ નામના પ્રવાહીમાં સરળતાથી ઓગળી જાય છે અને જમીન પર પડ્યા બાદ આશરે 15 દિવસમાં સ્વયં વિઘટિત થઈ જાય છે જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે.વારંવાર સૂચના આપવા છતાં જો વેપારી આંઉં દુકાનદારો પ્લાસ્ટિક થેલી નો વપરાશ બંધ નહીં કરે અને ઝડપાશે તો દંડનીય કાર્યવાહી પણ કરવા પાલિકા તંત્ર તૈયાર છે તેમ સેનેટરી ઈન્સ્પેકટર પુજા રામીએ જણાવ્યું હતું.ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ જાગૃતિ હેઠળ શાક માર્કેટના કેટલાક વેપારીઓએ પ્લાસ્ટિકની થેલી બંધ કરી બાયો ડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરી રહ્યા છે અને પાલિકાના અભિયાનને આવકાર આપવા સાથે ગ્રાહકો ઘરેથી કાપડની થેલી લઈને આવે તેવી અપીલ પણ કરી રહ્યા છે.

ભરૂચ નગર પાલિકાની આ અનોખી પહેલને નાગરિકો માંથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.પર્યાવરણ બચાવા માટેનો આ પ્રયાસ શહેરમાં સ્વચ્છતા અને જાગૃતિ તરફનું મહત્વપૂર્ણ પગલું આગામી સમયમાં સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!