– આખી કાર એમાં સમાઈ જાય તેવા બાકોરા ગટર પર પડ્યા છે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગનુ જ્યારે વિસ્તૃતિકરણનું કામ ચાલતું હતું તે સમય દરમ્યાન ઝઘડિયા ચાર રસ્તાના બંને છેડા પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી ગટર લાઈન સેવાસદન નજીકની ખાડીથી લઈ વ્યાયામ શાળા અને જૈન ગુરુકુળથી લઈ ખાડી સુધી બનાવવામાં આવી હતી.આ ગટર લાઈન બનાવતા સમયે એટલી હદે બેદરકારી રાખવામાં આવી હતી કે ગટર બન્યા ને એકાદ વર્ષમાં જ ગટરના ઉપરનો સ્લેબ ઠેકાણે તૂટી ગયો હતો.ઝઘડિયા ચાર રસ્તા પર આવેલ બેંક ઓફ બરોડા શાખાની બિલકુલ સામે આ ગટર લાઈન પર સ્લેબમાં છેલ્લા ૮ વર્ષથી ૧૦ ફુટ જેટલું મોટું બાકોરૂ પડ્યું છે.જેમાં આખેય આખી કાર અથવા કોઈ નાનું મોટું પશુ એમાં સમાઈ જાય,વારંવાર સ્થાનિક વહીવટી તંત્ર તથા રાજકીય નેતાઓને આ બાબતની રજૂઆત બાદ પણ છેલ્લા સાત આઠ વર્ષથી તે ગટર ની ઉપર બાકોરૂ યથાવત રહ્યું છે, બેંક ઓફ બરોડાની સામે આવેલ આ બાકોરા પાસેથી રોજના હજારો લોકો પસાર થાય છે, બેંક માં આવે છે તથા ત્યાં આવેલા શોપીંગ માં ખરીદી કરવા આવે તેમની સામે આ જોખમ ઊભું થયું છે,અવારનવાર કેટલાક પશુઓ પણ આમાં જાણે અજાણે ઢસડાઈ પડે છે તેમ છતાં વહીવટી તંત્ર કે નેતાઓની ઊંઘ ઊડતી નથી,ચાલુ સપ્તાહે જ રાત્રિના સમયે એક અજાણ્યા કાર ચાલકે બેંક ઓફ બરોડા સામે પડેલા આ બાકોરામાં ભૂલથી પોતાની કાર ઉતારી પાડી હતી ત્યારે મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી હતી.આટલી ઘટનાઓ ગટરના બાકોરના લીધે થતી હોવા બાદ પણ સ્થાનિક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને આનું સમારકામ કરવામાં કોઈ રસ હોય તેમ દેખાતુ નથી, ગટર લાઇન પર બેંક નજીક સિવાય અન્ય સ્થળોએ પણ નાના-મોટા બાકોરા પડ્યા છે,.ગટર પરથી રોજિંદા કેટલાય લોકો આવવા જવા માટે તેનો ઉપયોગ કરે છે અને આ બાકોરા થી રાહદારીઓએ બચી બચીને ચાલવું પડે છે.સત્વરે ઝઘડિયા ચાર રસ્તા પર આવેલી આ ગટર લાઈનના સ્લેબ સત્વરે રીપેર કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના બનતી અટકી શકે તેમ લોકો ઈચ્છિ રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is