– ચાલુ વર્ષે ૧૫ લાખ કરતાં વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ
– આજથી શરૂ થયેલી આ ૧૪ કિ.મીની ઉત્તરવાહિની પરિક્રમાનું ભાવિકોમાં અનેરૂં મહાત્મ્ય
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે પ્રારંભ થયો છે. ગત રાત ૧૨ વાગ્યા થી શરૂ થયેલ પરિક્રમામાં સવારે ૧૧ સુધીમાં ૧૦ હજાર ભક્તોએ પરિક્રમા કરી છે.
આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિના પ્રમુખ સિદ્ધએશ્વર સ્વામીએ કરાવ્યો ચાલુ વર્ષે ૧૫ લાખ કરતાં વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે.કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારેય ઘાટ ખાતે ૨૦૦ લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જયભોલે ગ્રુપ દ્વારા તમામ આવનારા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા માટે ની વ્યવસ્થા બનાવવામાં આવી છે.ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે.
આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરીકેડિંગ,લાઈટિંગ,ટૉયલેટ બ્લૉક,ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડી.જી.સેટ, સાઈનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઈનમાં ઊભા રહેવા માટેની રેલિંગ,સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાંદોદ ઘાટ, તાલુકાના રામપુરા કીડી-મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તા.૧૯ મી માર્ચથી પ્રારંભ થયો ૧૭ એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે ત્યારે તંત્ર દ્વારા આનારા તમામ ભક્તોમાં સુવિધાઓ કરવામાં આવી છે આજે પરિક્રમા પહેલાજ દિવસ માં ૧૦ હજારથી વધુ ભક્તોએ પરિક્રમા કરી અને આવનારા દિવસોમાં મોરી સંખ્યામાં ભક્તો આવશે.




