ભરૂચ,
આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા “યુવા ફોર નેચર” અભિયાન અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.
ગરમીના સમયમાં નિર્દોષ પક્ષીઓને પાણી મળી રહે તે માટે આ નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું છે.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા મહામંત્રી પરેશ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને મહામંત્રીઓ હેમદીપસિંહ પટેલ અને પ્રગ્નેશ પટેલ તથા કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આપણે સૌ મળીને પ્રકૃતિ અને જીવજંતુઓના સંરક્ષણ માટે આગળ આવીએ એ જ સાચી સેવા છે.




