(સંજય પટેલ,જંબુસર)
નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.કે ભૂતિયાની સૂચના આધારે પીએસઆઈ કે બી રાઠવા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને સંયુક્ત બાતમી હકીકત આધારે જંબુસર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં ભાવિનકુમાર જયંતીભાઈ પરમાર નાઓ પોતાના અંગત કાયદા સારું તેઓના મળતિયા માણસોને બોલાવી પાના પત્તા વડે હારજીત નો જુગાર રમી રમાડતા હોય જે અંગે રેડ કરતા ભાવિનકુમાર જયંતીભાઈ પરમાર,તન્મય મહેન્દ્રભાઈ જાદવ,નિરવભાઈ દીપકભાઈ ખારવા, પિયુષભાઈ નટવરભાઈ પરમાર,યોગેશ ભાઈ ઉર્ફે માસ્તર રમેશભાઈ માછી,ધર્મેશકુમાર રાજુભાઈ ત્રિકાંડે,ભાવેશભાઈ ભોગીલાલ પટેલ તમામ રહે જંબુસર નાઓને પકડી પાડી રોકડ રૂપિયા 10,340 મોબાઈલ નંગ છ કિંમત રૂપિયા 42,000 તથા મોટર સાયકલ ચાર નંગ એક લાખ ૮૫ હજાર મળી કુલ રૂપિયા 2,37,340 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે સુરેન્દ્રસિંગ ઉર્ફે માનસિંગ હરજીતસિંગ ચીકલીગર રહે.જંબુસર નાઓને વોન્ટેડ આરોપી જાહેર કરી તમામ વિરુદ્ધ જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is