ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ દ્વારા વિશ્વ જળ દિવસ ૨૦૨૬ ની ઉજવણી નિમિત્તે તળાવ લોકાર્પણ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડિયા)

વિશ્વ જળ દિવસ ઉજવણી ૨૦૨૬ ના અવસરે ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા ૨૪ મી માર્ચ ૨૦૨૬ ના રોજ સમુદાય જાગૃતિ કાર્યક્રમ તથા તળાવના વિસ્તરણ અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષની વૈશ્વિક થીમ “વોટર એન્ડ જેન્ડર” હતી જે પાણીના સંચાલનમાં સર્વસમાવેશિતા અને સમાનતાનું મહત્વ દર્શાવે છે,જેના અનુસંધાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો.ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઝઘડિયા તાલુકામાં તળાવ ઊંડા કરી જળસંચયની ક્ષમતા નોંધપાત્ર રીતે વધારી બે વર્ષના સમયગાળામાં ૧૦૦ કરોડ લિટરથી વધુ વરસાદી જળ સંચય ક્ષમતાનો વધારો કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધશે તેમજ ભૂગર્ભ જળના રિચાર્જમાં વધારો થશે,જે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે લાંબા ગાળે પાણી સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જીપીસીબીના રિજનલ ઓફિસર ડૉ.એસ.એન.અગ્રાવત,ભરૂચ જિલ્લાના સીએસઆર અધિકારી અલ્કેશ ચૌહાણ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીસીએમ શ્રીરામ તરફથી યુનિટ હેડ ડૉ.આર.પી.એસ.ચૌહાણ,ઈએચએસ હેડ અર્પિત નાણાવટી તથા કંપનીના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.ડીસીએમ શ્રીરામ લિમિટેડ સતત સામાજિક જવાબદારી અંતર્ગત ગ્રામ વિકાસ માટે પ્રતિબદ્ધ રહી શિક્ષણ, આરોગ્ય અને પાણી સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વિશ્વ જળ દિવસ ઉજવણી ૨૦૨૬ નિમિત્તે તલોદરા ગામે તળાવના આ વિસ્તરણથી વિસ્તારની પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને સ્થાયી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.ગામના આગેવાન વિઠ્ઠલ વસાવાના સહયોગથી જન જાગૃતિ કાર્યક્રમ ખુબ ફળદાયી રહ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!