રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ક્ષય રોગ દિવસે રેલી નીકળી 

SHARE:

– ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જનજાગૃતિનો સંદેશો આપ્યો

– જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજથી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં ૨૪મી માર્ચના રોજ “વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી કરવામાં આવી.હતી જેમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા “જન જાગૃતિ રેલી યોજાઈ હતી.મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. 

જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી જનજાગૃતિ રેલી જૂની કોર્ટ, સફેદ ટાવર, સંતોષ ચોકડી થઈને શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઈને રેડક્રોસ સોસાયટી ખાતે સંપન્ન થઈ હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.આ વેળાએ સરકારી નર્સીગ સ્કૂલ જીતનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘ટીબી મુક્ત ભારત’ અંગે નાટક રજૂ કરવામાં આવ્યુ હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!