નર્મદાનાં ઝરીયા ગામની ચોકડી પાસે નકલી પોલીસ બની લુંટ કરતી ટોકળીનો આરોપી ઝડપાયો 

SHARE:

– લૂંટના ગુનામાં વપરાયેલ બે કાર,મોબાઈલ મળી કુલ ૩,૭૦,૦૦૦નો મુદામાલ કબજે લેતી એસ ઓ જી નર્મદા પોલીસ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નકલી પોલીસ બની લુંટ કરતી ટોકળીના એક આરોપીને ગુનામાં ઉપયોગ કરેલ વાહનો તથા લુંટમા ગયેલ મોબાઈલ ફોન મળી કુલ કિ. રૂ.૩,૭૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની એસ.ઓ.જી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.

પોલીસ સબ ઈન્સ્પેકટર સી.ડી.પટેલ એસ.ઓ.જી નર્મદાને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે ઝરીયા ગામની ચોકડી પાસે લુંટના ગુનામા સંડોવાયેલ આરોપી ઈનાયતશા નિઝામશા ફકીર રહે.ગઢબોરીયાદ તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓને મારૂતિ ફન્ટી ગાડી જી.જે-૦૬-એ એ-૦૮૨૬ ની કિ.રૂ.૫૦,૦૦૦ તથા મારૂતિ સ્વીફટ ગાડી તથા મોબાઇલ  મળી કુલ કિ.રૂ. ૩,૭૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતા  મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ કબજે કરી તેમજ આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) જે મુજબ અટકાયત કરી વધુ તપાસ અર્થે એકતાનગર પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!