<span;>– ભક્તોને પરિક્રમા માટે તંત્ર સામે ધરણા પ્રદર્શન કરવું પડે એ શરમજનક વાત કહેવાય : ઓનલાઈન નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા ભક્તોને પોલીસ તંત્ર અટકાવતા ધરણાં
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પાંચકોશી પરિક્રમા સરસ રીતે ચાલી રહી હતી ત્યાં જિલ્લા વહીવટી તંત્રએ ઓનલાઈન નોંધણીના નવા ફતવા સામે ભક્તોમાં રોષની લાગણી જન્મી છે.પરિક્રમા રૂટ પર આવેલા પ્રસિદ્ધ મણીનાગેશ્વર મંદિર ખાતે ચાલતા 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજિસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો બિચક્યો હતો.વધતી જતી ભીડને કાબૂમાં રાખવા માટે તંત્રએ રજાના દિવસો સિવાય અને ઓનલાઈન નોંધણી કરાવ્યાં બાદ જ પરિક્રમા કરવા માટેનો નવો નિયમ બનાવ્યો છે એનાથી ભક્તોની મુશ્કેલી અઅને પરેશાની વધી જવા પામી છે.નર્મદા પરિક્રમા જેવી પરંપરાગત યાત્રામાં ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાથી ગ્રામ્ય વિસ્તારના પરિક્રમાર્થીઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે.ગ્રામીણ લોકો,ભણેલા ન હોય એવા લોકો ને ઓનલાઈન નોંધણી કરતાં આવડતું નથી ઘણા વૃદધો મહિલાઓપાસે એનરોઈડ મોબાઈલ નથી સાદા મોબાઈલ છે.છે તો કનેકટીવીટી નથી.ઘણા લોકો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજી શક્તા નથી.જેને કારણે તંત્રનાં આ નવા ફતવાથી પરિક્રમાંવાસીઓની સંખ્યા ઘટવા મંડી છે.પ હાલની ઓનલાઈન નોંધણી પ્રણાલીએ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે.
પરિણામે અનેક પરિક્રમાર્થીઓને રસ્તામાં અટકાવવામાં આવે છે.પૂછપરછ કરવામાં આવે છે અને.ઘણી વખત તેમને પરિક્રમા ચાલુ.રાખવામાં પણ અડચણ પડે છે.પ્રક્રિયા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેમજ પરિક્રમાને વ્યવસ્થિત બનાવવાને બદલે તેને વધુ ગૂંચવણભરી બનાવી રહી છે.કુંભમેળામાં કરોડો લોકોએ સ્નાન કર્યું પરંતુ નોંધણી ફરજિયાત ન હતી.
લોકોમાં ચર્ચા છે કે જ્યારે કુંભમેળા જેવા વિશાળ ધાર્મિક મેળામાં કરોડોની સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યારે ત્યાં પણ કોઈ નોંધણી ફરજિયાત રાખવામાં આવતી નથી. પરંતુ નર્મદા પરિક્રમા જે એક શાંતિપૂર્ણ, શ્રદ્ધાભરી અને પરંપરાગત યાત્રા છે.તેમાં આવી ફરજિયાત નોંધણી લાદવીએ હાસ્યાસ્પદ ઠરી રહી છે.સેવાભાવી સંસ્થાઓના સભ્યોનું કહેવું છે કે,જે લોકો દરરોજ ભંડારા કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે પરિક્રમા રૂટ પર જાય છે,તેમના માટે દરરોજ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ અઘરું અને સમય માંગી લેતું હોય છે.આથી, તંત્ર દ્વારા આવા કાયમી સ્વયંસેવકોને ઓળખપત્ર બનાવી આપવા જોઈએ, જેથી સેવાની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે એવી પણ માંગ ઉઠી છે.




