– અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ રાખી પતિ ત્રાસ આપતો હોઈ પરિણિતાની પતિ સહિત કુલ ૪ સામે પોલીસ ફરિયાદ
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પાડા ગામની એક પરિણિતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હોવા બાબતે પરિણિતાએ પતિ,સાસુ સસરા તેમજ પતિની પ્રેમિકા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
નેત્રંગ પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના પાડા ગામની જ્યોત્સનાબેન વસાવા નામની યુવતીના લગ્ન ૨૦૧૭ ના વર્ષમાં પાડા ગામના જ અનિલ દેવનભાઈ વસાવા નામના યુવક સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન તે એક પુત્રની માતા બની હતી.જ્યોત્સનાબેનનો પતિ અનિલ વસાવા ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે.લગ્ન બાદ આ યુવતી સાસરીમાં પતિ તેમજ સાસુ સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. દરમ્યાન છેલ્લા એક વર્ષથી અનિલને હેતલબેન વસાવા નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા અનિલ તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવાનો હોય તે તેની પત્ની જ્યોત્સનાબેનને સારી રીતે રાખતો ન હતો અને દારૂ પીને ઘરે આવીને તેની સાથે ઝઘડા કરતો હતો અને ગાળો બોલીને મારઝુડ કરતો હતો.અનિલના માતા પિતા પણ અનિલની તરફેણ કરીને જ્યોત્સનાને કહેતા હતા કે તારે અહિંયા રહેવું હોયતો શાંતિથી ઘરમાં પડી રહે નહિતો તારા પિતાને ત્યાં જતી રહે.તેનો પતિ અનિલ તેને માર મારતો હતો અને ઘરમાંથી નીકળી જવાનું કહેતો હતો અને હું હેતલને રાખવાનો છું એમ કહેતો હતો.જ્યોત્સનાને વારંવાર ઘરમાંથી કાઢી મુકાતી હતીમીપરંતુ તે પોતાના નાના છોકરાના ભવિષ્યનો વિચાર કરીને બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી.તેના સાસુ સસરા પણ કોઈને કોઈ બહાને તેની સાથે ઝઘડો કરતા હતા.ત્યાર બાદ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને જ્યોત્સના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી.ગત તા.૨૦ મી એપ્રિલના રોજ એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે તેના પતિ અનિલે ઝઘડો કર્યો હતો અને તે જ્યોત્સનાને પકડીને ઘરે લઈ ગયો હતો.ત્યારબાદ તેની સગા સંબંધીઓ દ્વારા સમાધાનની વાત કરવામાં આવતા જ્યોત્સનાના પતિ અનિલ અને સાસુ સસરાએ તેને રાખવાની ના પાડી હતી.આ સંદર્ભે જ્યોત્સનાબેન વસાવાએ પતિ અને સાસુ સસરા દ્વારા પોતાને ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે પતિ,સાસુ સસરા તેમજ અનિલ પરિણિત હોવાનું જાણતી હોવા છતાં તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતી સહિત ચાર વ્યક્તિઓ અનિલ દેવનભાઈ વસાવા, દેવનભાઈ બચુભાઈ વસાવા અને લીલાબેન દેવનભાઈ વસાવા ત્રણેય રહે.ગામ પાડા તા.નેત્રંગ તેમજ હેતલબેન પ્રવિણભાઈ વસાવા રહે.ગામ ફુલવાડી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is