આમોદના ઈખર ગામે જુગાર રમતા ૮ જુગારિયા ઝડપાયા : ૩૭૮૭૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના ઈખર ગામે કડકા કોલોનીમાં આવેલ યાસીન રૂસ્તમ આદમ પીરના ઘર પાસે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારીયાઓ ટોળું વળી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા ૮ જુગારીને આમોદ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા તથા છ નંગ મોબાઈલ મળી રૂ.૩૭૮૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આમોદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગત રોજ રાત્રીના સમયે ઈખર ગામે કડકા કોલોનીમાં આવેલ યાસીન રૂસ્તમ આદમ પીરના ઘર પાસે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો ટોળું વળી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા હતા.જેથી પોલીસે ચોક્કસ બાતમીવાળી જગ્યાએ રેડ પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.૧.જગદીશ રમેશ વસાવા ૨.ઉસ્માન યાકુબ મુસાઅલી પટેલ ૩.યાસિન રૂસ્તમ આદમ પીર ૪.યોગેશભાઈ કંચન વસાવા ૫.ગૌતમ સોમાભાઈ વસાવા ૬.ગુલામ હુસૈન ઈસ્માઈલ અહમદ ખલીફા ૭.રમણ રાયમલ વસાવા ૮.ભરત કાન્તિ વસાવાને પોલીસે રોકડા રૂપિયા ૧૨૩૭૦ તથા મોબાઈલ નંગ ૬ જેની કિંમત રૂપિયા ૨૫૫૦૦ મળી કુલ રૂ.૩૭૮૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!