ભરૂચ,
સહર્ષ જણાવવાનું કે ઈરમ અદા ખાને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (Post Graduate Department of Business Management) માં “ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME) ના માલિકોની નાણાકીય ક્ષમતા અને પેઢીની કામગીરી સાથે તેના સંબંધનો અભ્યાસ” (A Study of Financial Capability of SME Owners in Gujarat and its Relation with Firm Performance) વિષય પર ડો. આશિષભાઈ સી. મહેતાના માર્ગદર્શન હેઠળ તેમનું સંશોધન કાર્ય રજૂ કરેલ હતું.
તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાયેલ ઓપન વાઇવા (Viva) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તેને માન્યતા આપી તેમને મેનેજમેન્ટ વિષયમાં પી.એચ.ડી. (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.
આ ગૌરવશાળી સિદ્ધિ બદલ તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




