ઝઘડિયા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખે ઉમેદવારોનો રાફડો ફાટ્યો

SHARE:

<span;>– ઝઘડિયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૯૫ ઉમેદવારી પત્રો ભરાયા
<span;>– ઝઘડિયા તાલુકાની ચાર જિલ્લા પંચાયતની બેઠકો માટે ૨૯ ઉમેદવારી પત્રકો ભરાયા
<span;>(જયશીલ પટેલ, ઝઘડિયા),
<span;>રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉમેદવારી પત્રો સ્વીકારવાની આજે આખરી તારીખ હોય ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્રો ભરવા તાલુકા પંચાયત કચેરી તથા સેવા સદન ખાતે પહોંચ્યા હતા, ઝઘડિયા તાલુકામાં ૨૨ તાલુકા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી તથા અપક્ષ ઉમેદવારો મળી કુલ ૯૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઝઘડિયા તાલુકાની ચાર જિલ્લા પંચાયતની બેઠકો માટે રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ મળી કુલ ૨૯ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી ચૂંટણી અધિકારીને સોંપ્યા હતા.આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંહી ખુશી કંહી ગમ જેઓ માહોલ જોવા મળ્યો હતો તથા દરેક રાજકીય પાર્ટી ના ટિકિટ વાંચ્છુકોને જેમને પાર્ટીનું મેન્ડેડ મળ્યું ન હતું તેવા કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો.આજે ભરાયેલા ઉમેદવારી પત્રોમાં ભરૂચ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા દ્વારા વાઘપુરા બેઠક પરથી તેમની પત્ની ધર્મિષ્ઠાબેન વાંસદિયાનુ ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉપરાંત ઝઘડિયા ના ધારાસભ્ય રિતેશ વસાવા તથા ભાજપ આગેવાન પ્રકાશભાઈ દેસાઈ એ પણ ઉમેદવારોનો ઉત્સાહ વધારવા તેમની સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે ઝઘડિયા સેવાસદન તથા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!