– પરિક્રમા માટે ભક્તોનું ઉમટ્યું ભોડાપુર : 40 ડિગ્રી ગરમીમાં પણ ભક્તોની હકડે ઠઠ ભીડ : પરિક્રમાને હવે માત્ર બે જ દિવસ બાકી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પરિક્રમા હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે.હવે નર્મદા પરિક્રમાને માંડ બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આજે 15મીએ બુધવારે 7 લાખનો આંકડો પાર કરી ગયો હતો જે એક વિક્રમ કહી શકાય હજી બે દિવસમાં આ સંખ્યા વધી શકે એમ છે.
છેવટના દિવસોમાં 40 ડિગ્રી અસહ્ય કાળ ઝાળ ગરમી હોવા છતાં પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.40 ડિગ્રી ગરમીમાં પણભક્તોની હકડે ઠઠ ભીડ જામી રહી છે ગરમી ને કારણે ઠંડકમાં રાતે અને સવારે પરિક્રમા કરી રહ્યાં છે.અંતિમ ચરણમાં આવેલી પરિક્રમાને હવે માત્ર બે જ દિવસ બાકી હોવાથી લોકોની ભીડ જામી રહી છે ડોમની સુવિધા હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ જામી રહી છે જોકે ઓનલાઇન પ્રક્રિયાના કારણે સંખ્યામાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે અન્યથા આ આંકડો હજી વધી શક્ત.બીજી તરફ આવવા જવા માટે વાહનોવાળા ને સારી એવી કમાણી થઈ રહી છે.200 થી વધારે ચાલતા પ્રાઇવેટ વ્હીકલ ટેમ્પોનેમ ખૂબ સારી રોજગારી મળી રહી છે.પરિક્રમા કરવા આવેલા જૂનાગઢના પરિક્રમાવાસીહનુમાન દાસે સરકાર દ્વારા સુવિધાઓ સારી હોવાનું જણાવી પરિક્રમાનું મહત્વ સમજાવ્યું હતું.




