ભરૂચ પાલિકા ચૂંટણીમાં બે બિનહરીફ વિજય સાથે ભાજપે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં શહેર અને વોર્ડ નં 4 ના કાર્યાલયનો શુભારંભ કર્યો

SHARE:

– ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4 ના ભાજપ ચૂંટણી કાર્યાલયનો પ્રચંડ વિજય વિશ્વાસ સાથે શુભારંભ

– ભાંગ્યું ભાંગ્યું ભરૂચની છાપ ભાજપે ભૂસી, સાંસદ મનસુખ વસાવા

– ચારેય પાલિકા, 9 પંચાયતો અને જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજયની ગાથા આગળ વધારીએ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી

– ભાજપ પાસે આગેવનોની ફોજ પૂર્વ કોઈ નહિ બધા જ વર્તમાન, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

– ભાજપના તમામ ઉમેદવારો વિજયી મેળવી નવો કિર્તીમાન સ્થાપિત કરે, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ

ભરૂચ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4 ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, ખુમાનસિંહ વાંસિયા, નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, ધર્મેશ મિસ્ત્રી સહિતના અગેવાનો, કાર્યકરો અને તમામ ઉમેદવારો જોડાયા હતા.

સાંસદ મનસુખ વસાવાએ હવે ભરૂચ ભાંગ્યું ભાંગ્યુંની છાપ ભૂંસી ભૃગુઋષિનું ભરૂચ બન્યું હોવાનું જણાવ્યું હતું. વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવા સાથે વિજય પરચમ લહેરાવવા તમામ ભાજપના ઉમેદવારોને શુભકામના પાઠવી હતી.ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભાજપ પાસે આગેવાનોની ફોજ કોઈ પૂર્વ નહિ, તમામ વર્તમાનનો મંત્ર આપી બધા જ ઉમેદવારોને જ્વલંત વિજયની શુભકામનાઓ પાઠવી હતી.જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ચારેય પાલિકા, 9 પંચાયત અને જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય સાથે વિકસકૂચને આગળ વધારવા તમામ ઉમેદવારો અને કાર્યકરોને હાંકલ કરી હતી.પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે તમામ ઉમેદવારો વિજય મેળવી નવો કિર્તીમાન હાંસલ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.કોંગ્રેસના વોર્ડ નંબર 4 ના ઉમેદવાર મનીષ જાદવ ભાજપમાં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!