ભરૂચ જિલ્લામાં અખાત્રીજના પર્વે બાળલગ્ન અટકાવવા વહીવટી તંત્ર સજ્જ : નિયમ ભંગ કરનારને ૨ વર્ષની જેલ અને ૧ લાખનો દંડ થશે

SHARE:

ભરૂચ,

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ અંતર્ગત “ બાળ લગ્ન એ કાનૂની અપરાધ છે.આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, હિન્દુ પંચાગ મુજબ તા.૧૯/૦૪/૨૦૨૧ ના દિવસે “અક્ષયતૃતીયા” (અખાત્રીજ) ના શુભ દિવસે તથા અન્ય દિવસમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજતા હોય છે.જેમાં ખાસ બાળલગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવાનું કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે.બાળલગ્નના કારણે દિકરા – દિકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે.તેથી બાળ – લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે, તેથી આપના વિસ્તારમાં આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ રૂ.૧,૦૦,૦૦૦ અને બે વર્ષ સુધીની કેદ થઈ શકે છે.જેથી જો બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા આપેલ હેલ્પલાઈન નંબરો પર જાણ કરી શકાય છે.જો ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાની જાણકારી મળે, તો નાગરિકો તરત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ભરૂચ ના ફોન નંબર ૦૨૬૪૨-૨૬૩૮૨૩ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ ના નંબર ૦૨૬૪૨-૨૫૦૩૧૫ પર સંપર્ક કરી શકે છે.આ ઉપરાંત તાત્કાલિક સહાય માટે ચાઈલ્ડ લાઈન (૧૦૯૮), પોલીસ (૧૦૦) અથવા મહિલા અભયમ (૧૮૧) હેલ્પલાઈન નંબર પર પણ જાણ કરી શકાય છે.તેમ ઉપરોક્ત તમામ વિગતો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવી છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!