સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી,કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ અમદાવાદ અને સુરત ખાતે આયોજિત વિવિધ શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સમ્માનિત

SHARE:

ભરૂચ,

અમદાવાદ ખાતે દ્વારા આયોજિત “Redefining Education & Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.વિવિધ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી શિક્ષણક્ષેત્રમાં નવી દિશાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં કેમ્પસ ડાયરેક્ટરને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર સમ્માનિત કરવામાં આવેલ. 

સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાએ સુરત ખાતે આયોજીત “લીડરશિપ રીટ્રીટ કાર્યક્રમમાં સમ્માનિત કરવામાં આવેલ.તેમજ સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યા ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ વિષયક સત્રમાં ભાગ લીધેલ હતો.

વધુમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓને નવી વિચારસરણી અપનાવવામાં,આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મુકવામાં અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ આપવા વધુ પ્રેરણા મળે છે.

સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ માટેની પ્રતિબદ્ધતા ફરી એકવાર પ્રતિબિંબિત થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!