ભરૂચ,
ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેકટ CISF યુનિટ દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની 20 એપ્રિલે પૂર્ણાંહુતિ કરાઈ હતી.સપ્તાહ દરમ્યાન CISF ફાયર વિંગે પ્રાથમિક સારવાર, આગ નિવારણ અને બુઝાવવાની તકનીકો પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કર્મચારીઓ,તેમના પરિવારો અને નજીકના ગામડાઓના શાળાના બાળકો માટે સૂત્ર, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી.સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન યોજાયું હતું.ત્યાર બાદ વિજેતાઓને ઈનામોનું વિતરણ કરાયું હતું.
મુખ્ય મહેમાન પ્રોજેકટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ ફાયર સર્વિસ સપ્તાહના સફળ આયોજન અને સલામતી જાગૃતિ ફેલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે જણાવ્યું કે CISF પાસે 359 યુનિટમાંથી 115 ફાયર વિંગ યુનિટ છે અને NTPC ઝાનોર તેમાંથી એક છે.તેમણે દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા વિનંતી કરી હતી.




