ભરૂચ,
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મતદારોનો મૂડ બદલાતો નજરે પડી રહ્યો છે.ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે,પરંતુ હવે મતદારો પણ સક્રિય બની પોતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.ત્યારે ગણેશ ટાઉનશીપમાં કામ નહીં તો વોટ નહીં, ગટર લાઈન નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના થનગનાટ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે તો બીજી તરફ મતદારો પણ હવે સક્રિય બની પોતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને માત્ર મત માંગવા આવ્યા બાદ કોઈ ફરકતું ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહેવાસીઓએ બેનરો લગાવીને સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે — “પ્રજાની એક જ માંગ… પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો.”
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખા દે છે, જ્યારે મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાતા નથી.તેથી આ વખતે મતદારો પોતાના હક્ક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે.આ ઘટના દર્શાવે છે કે હવે મતદારો માત્ર વચનો નહીં, પરંતુ વાસ્તવિક વિકાસના કામોને મહત્વ આપી રહ્યા છે.




