સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના પ્રશ્ને હર્ષ સંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી 

SHARE:

– અમેરિકાથી મુખ્યમંત્રી પરત આવે એટલે સાથે મળીને આ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવાની ખાત્રી આપી છે : સાંસદ મનસુખ વસાવા 

– સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના પ્રશ્ને આદિવાસી સમાજને એક થવા કરી અપીલ 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાંસદ મનસુખ વસાવા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા છે અને સાગબારાના ખેડૂતોના પ્રશ્ને હર્ષ સંઘવી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમેરિકાથી મુખ્યમંત્રી પરત આવે એટલે સાથે મળીને આ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવાની ખાત્રી આપી છેસાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના પ્રશ્ને આદિવાસી સમાજ ને એક થવા અપીલ પણ કરી હતી.

ઉમરપાડા ના ખેડૂતો અને જે લોકો વિરોધ કરે છે એમને સમજાવવાં પડશે. મનસુખ વસાવાએ ઉમરપાડા ખાતે મહત્વની મિટિંગ કરવા પણ જણાવ્યું હતું.જેમાં બધાં પક્ષના આગેવાનો આવે, હું પણ આવીશએવી અપીલ પણ સાંસદે કરી હતી.

સાંસદે વન વિભાગ પર આક્ષેપ કર્યો હતો કે વન વિભાગ ઉંમરપાડા અને સાગબારાના આદિવાસીઓ, ખેડૂતોને અંદરો અંદર લડાવી ભાગલા પડાવે છે વન વિભાગના ડીએફઓને સાંસદે વાઈસરોય કહ્યા હતાં.અંગ્રેજ સમય માં હતો તેવો ડીએફઓ વાઈસરોય છે અને એસીએફ એનો આસીસ્ટન્ટ વાઈસરોય છે.એમ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.સાગબારા તાલુકાના ખેડૂતો જે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. તે જમીન જંગલ ખાતા 500એકર જમીન છોડાવવી છે એમાં પ્લાન્ટેશન કરવામાં આવે તો એમાં એમને ટકાવારી પણ મળે છે.વન વિભાગે ઉંમરપાડાના ખેડૂતોને ઉશકેરીને સાગબારા ના ખેડૂતોની સામે ઊભા કરી દીધાં છે.વધુમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે આમા જમીન નામે કરવા માટે પ્રથમ વન સમિતિનો અભિપ્રાય જરૂરી છે.પણ ત્યાં ના લોકો ના પાડે છે એમને વન અધિકારીઓએ ચઢાવ્યાં છે.એટલે સમગ્ર મામલો ગૂંચવાયો છે.સત્વરે ઉકેલની ખાત્રી પણ આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!