ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમમાં હોદ્દેદારો અને કાર્યકરોની પાંખી હાજરી

SHARE:

– ચૂંટણી ટાણે ફૂટી નીકળતા ઉમેદવારો કાર્યક્રમમાં અદ્રશ્ય થઈ જાય છે!

– મોવડી મંડળે પણ ટિકિટ માંગતા ઉમેદવારોની કાર્યકમોમાં હાજરીને ધ્યાને લેવાની જરૂર 

ભરૂચ,

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હોદ્દેદારો અને કાર્યકરોની પાંખી હાજરીથી સ્વ. અહેમદ પટેલની ખોટ વર્તાતી હોય તેમ લાગી રહ્યું છે.

 

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં સ્વ.અહેમદ પટેલના ફોટાને ફુલહાર કરી જબ તક સૂરજ ચાંદ રહેગા અહેમદભાઈ કા નામ રહેગા, દેશ કા બેટા કેસા હો અહેમદભાઈ જૈસા હો,અહેમદ ભાઈ તુમ અમર રહો જેવા સૂત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી જન્મ જયંતીની ઉજવણી કરી હતી.આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,નગરપાલિકાનાં ચૂંટાયેલા સભ્યો તેમજ વિવિધ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રીય નેતા અને જેના હૈયે અમારા સમગ્ર લોકોનું હિત સમાયેલું છે અને ભરૂચ જીલ્લા સમિતિના મોભી એવા સ્વ.અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.સરકાર માંથી હજારો કરોડનું કામ કરવાનું હોય અને વિરોધ પક્ષ હોય કે કોઈપણ પાર્ટીનો કાર્યકર હોય અહેમદભાઈ કામ કરીને રહેતા હતા.તે દિવસો યાદ કરવાની જરૂર છે. એમને કરેલા કાર્યોને યાદ કરવાના દિવસો છે.યુવાનો સપનું જોઈ અને તેને સફળ બનાવવાનું કામ અહેમદ પટેલે કર્યું છે.જેથી તેમના જન્મ દિન નિમિત્તે કોટી કોટી વંદન કરીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલના નિધન બાદ તેઓની ખોટ ભરૂચ કોંગ્રેસને વર્તાતી હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે કોંગ્રેસ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં હોદ્દેદારો અને કાર્યકરોની પાંખી હાજરી દેખાઈ રહી છે.જયારે હોદ્દા આપવાના હોય કે ટિકિટ વહેંચણી હોય ત્યારે નવા નવા ચહેરા જોવા મળતા હોય છે.પરંતુ કાર્યક્રમોમાં આજ ચહેરા અદ્રશ્ય થઈ જાય છે.તો બીજી તરફ વિવિધ સમિતિઓમાં હોદ્દા ભોગવતાં હોદ્દેદારો પણ અદ્રશ્ય થતા કોંગ્રેસના કાર્યકમોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે.ત્યારે માત્ર હોદ્દા ભોગવતાં હોદ્દેદારો સામે જીલ્લા, શહેર, તાલુકા સંગઠન,પ્રભારી અને મોવડી મંડળે કડક થવાની જરૂર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!