(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
25 દિવસથી ધરણા પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.ગઈકાલથી એમની તબિયત લથડી હતી.તેથી તેમને સાગબારા સીએચસી સેન્ટર માં ખડેડાયા હતા.ત્યાંથી રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમને આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે.
આ પ્રસંગે રાજપીપલા હોસ્પિટલમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.સાંસદ,ધારાસભ્યએ તેમની તબિયત અંગે ડોક્ટરોને સારી કાળજી લેવા જણાવ્યું છે.
હાલ સાંસદ મનસુખ વસાવા રાજપીપલા હોસ્પિટલ ગયા પછી ત્યાંથી તરત નાલ ખોપી ગામે ધરણા પર બેઠેલ લોકોને મળવા ગયા હતા.ત્યાં અન્ય મંત્રીઓ આવે અને સકારાત્મક નિવારણ આવે એવું હાલ લાગી રહ્યુ છે.




