– આવતી કાલથી સરકાર કામગીરી શરૂ કરશે : ટુક સમયમાં તમારી જંગલ જમીન મળી જશે એવું હાલ તો ખાત્રી અપાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા જંગલ જમીન મુદ્દે રાજ્ય ના બે મંત્રીઓ સાગબારાના ખોપી ગામે પહોંચ્યા હતાં.જેમાં પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ અને રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણ માળી, સાંસદ મનસુખ વસાવા સાથે ખોપી ધરણા કાર્યક્રમ પર પહોંચ્યા હતાં.તેમની સાથે પૂર્વ વન મન્ત્રી મોતીલાલ વસાવા, અને ભાજપાના આગેવાનો સાથે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા પણ ખોપી પહોંચ્યા હતાં.
આદિવાસીઓ ના જંગલ જમીન ના હક માટે 24 દિવસ થી આદિવાસીઓ ધરણા પર ખેડૂતો બેઠાં હતાં. તેમને મળ્યા અને ખબર અંતર પૂછ્યા હતાં.આજે મંત્રીઓ એ આ લોકોના પ્રશ્ન સાંભળ્યા હતાં સાંસદ મનસુખ વસાવાએ પણ રજૂઆત કરી હતી.ખેડૂતોએ જંગલ જમીન ના પુરાવા સાથે કરશે આદિવાસીઓએ રજુઆત કરી હતી.આજે ઘરણા સ્થળ પર બેસેલા ખેડૂતોના સાંસદ મનસુખ વસાવાએ પારણાં કરાવ્યા હતાં.જોકે પારણાં બાદ એમ કહી શકાય કે આજે પારણા કરાવી નેતાઓ એ આંદોલનનો સુખદ અંત લાવ્યો છે.
મંત્રીઓએ જણાવ્યું હતું કે આજે પારણા કરો આવતી કાલ થી સરકાર કામગીરી શરૂ કરશે અને ટુક સમય માં તમારી જંગલ જમીન મળી જશે એવું હાલ તો ખાત્રી અપાઈ છે.હવે એ જોવું રહ્યું કે આ બે મંત્રીઓ શુ આદિવાસીઓ ના હક આપશે કે ખાલી વાતો થશે એના પર નજર સૌની નજર મંડાઈ છે.




