– પત્તાપાનાનો જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી : રોકડા રૂપિયા અને ત્રણ મોબાઈલ સહિત રૂપિયા ૧૭,૮૧૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના શાંતિનગર ફળિયામાં જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર ઈસમો સામે ગુનો નોંધી કુલ રૂપિયા ૧૭,૮૧૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો અનુસાર આગામી તહેવારોને લઈને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા દારૂ જુગારના કેસ પકડીને કાયદેસર કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે ઝઘડિયા નગરના શાંતિનગર ફળિયામાં કેટલાક ઈસમો જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા સ્થળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બેસીને રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પોલીસે સાહેબખાન ઉમરજી પઠાણ, સનીભાઈ દિલીપભાઈ વસાવા, સુનિલભાઈ દિનેશભાઈ રાવળ તેમજ સંજયભાઈ રમેશભાઈ વસાવા તમામ રહે.ઝઘડિયા જી.ભરૂચનાઓને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રકમ, પત્તાપાના અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૭,૮૧૦ નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




