ગુજરાત STમાં દેશની પ્રથમ વિસ્ટાડોમ AC બસ શરૂ : પારદર્શક છતવાળી બસમાં બેસીને માણો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનદાર સફર

SHARE:

– ગુજરાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારતની પ્રથમ વિસ્ટાડોમ એસી બસ શરૂ કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં આધુનિક પરિવહનની દિશામાં વધુ એક નવી પહેલ કરવામાં આવી છે.હવે પ્રવાસીઓ ટ્રેનની જેમ બસમાં પણ પારદર્શક છતમાંથી કુદરતી નજારાઓનો આનંદ માણી શકશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે દેશની પ્રથમ વિસ્ટાડોમ AC બસ સેવા શરૂ કરવામાં આવી છે.2 નવેમ્બરથી શરૂ થયેલી આ વિશેષ બસ સેવામાં મુસાફરોને લક્ઝરી સુવિધાઓ સાથે કુદરતી સૌંદર્ય માણવાનો અનોખો અનુભવ મળશે. અંદાજે 2.19 કરોડની કિંમત ધરાવતી આ બસમાં પારદર્શક સ્કાય-વ્યૂ છત, 360 ડિગ્રી ફરી શકે તેવી સીટ્સ અને અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.અત્યાર સુધી વિસ્ટાડોમ કોચની સુવિધા મુખ્યત્વે રેલવે પ્રવાસમાં જોવા મળતી હતી. મોટી કાચની બારીઓ અને પારદર્શક છતને કારણે પ્રવાસીઓ મુસાફરી દરમિયાન આસપાસનાં પહાડો, હરિયાળી અને કુદરતી દૃશ્યોનો નજીકથી આનંદ માણી શકે છે.

હવે આ જ પ્રકારનો અનુભવ ગુજરાતમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી આ બસ સેવા પ્રવાસને વધુ યાદગાર બનાવશે.

આ બસની ખાસિયત એ છે કે મુસાફરોને AC કેબિનમાં આરામથી બેસીને પણ બહારના કુદરતી નજારાઓનો આનંદ માણવાની તક મળશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ કુલ 5 વિસ્ટાડોમ બસો તૈયાર કરવામાં આવી છે. તેમાંથી પ્રથમ તબક્કામાં 2 બસો મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે.

આ બસ સેવા શરૂ થવાથી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને પરિવહનનો એક નવો અને પ્રીમિયમ વિકલ્પ મળશે. પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરી શકશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!