જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા નિવૃત સારસ્વત શિક્ષક ભાઈ-બહેનોનો નિવૃત્તિ સમારોહ બી.આર.સી ભવન ખાતે યોજાયો

SHARE:

– નિવૃત્તિ લઈ રહેલ ૭૭ શિક્ષક ભાઈઓ-બહેનોનું શાલ ઓઢાડી, સન્માનપત્ર સાથે વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ભરૂચ,

ભરૂચ બી.આર.સી.ભવન ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા ૩૧-૧૦-૨૦૨૬ના રોજ વય નિવૃત, સત્રરાત નિવૃત્ત અને સ્વૈચ્છીક નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના નિવૃત્તિ સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબા રાજ, આરોગ્ય સમિતિના ચેરમેન કર્મીશા પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર, હાંસોટ, આમોદ, ઝઘડિયા, જંબુસર, નેત્રંગ, વાલિયા સહિતના તાલુકાઓની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ૬૫ શિક્ષકો નિવૃત્ત થતા તેઓને આજરોજ સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.તેમજ અન્ય ૧૨ શિક્ષકોએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હતી. ૭૭ જેટલા શિક્ષક ભાઈઓ બહેનોને શાલ ઓઢાડી પ્રમાણપત્ર, સ્મૃતિચિન્હ અને પુષ્પગુચ્છ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન આપી તેઓનું નિવૃત્તિકાળનું જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ પોતાની સ્મૃતિ વાગોળતા જણાવ્યું હતું કે તેઓના પાયાના શિક્ષણના ઘડતરમાં એક શિક્ષકે જે માર્ગદર્શન આપ્યું છે જેના કારણે આજે એ શકય બન્યું છે.હું પણ સરકારી શાળામાં અભ્યાસ કરીને અહ્યા આવ્યો છું.તેઓના જીવનમાં શિક્ષક હંમેશા સન્માનજનક મહત્વ રહ્યું છે.આજે ભારત દેશ વિકસિત અને ડેવલોપ થઇ રહ્યો છે એનું કારણ જ શિક્ષક છે. શિક્ષકોના યોગદાન અને નિવૃત્તિ બદલ જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીશા પટેલ,શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, શૈક્ષિક સંઘના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, નિવૃત્ત શિક્ષકો તથા તેઓનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!