દહેજની મેહાલી ચોકડી નજીકથી એક ઈસમને દેશી તમંચો અને એક કારતુસ સાથે અટકાયત

SHARE:

– મૂળ બિહારનો અને હાલ વડદલા ગામે રહેતા ગૌતમ મંડલની પોલીસે અટકાયત 

– દેશી હાથ બનાવતાનો તમંચો અને એક જીવતો કારતુસ કબ્જે કરાયો 

– પોતાને શોખ હોવાથી બિહારથી લાવ્યો હોવાની કબૂલાત 

દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી 

ભરૂચ,

દહેજ પોલીસે બાતમીના આધારે મૂળ બિહારનો અને વડદલા ગામે થી દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દહેજ પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ઝાલા નાઓને બાતમી મળી હતી કે વડદલા ગામ પાસે મેહાલી ચોકડી નજીક એક ઈસમ પેન્ટના નેફામાં હથીયાર લઈને ફરે છે જેણે શરીરે સફેદ ચેક્સ વાળો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહરેલ છે જે ચોકકસ મળેલ બાતમી આધારે સદર જગ્યા ઉપર જતા એક ઈસમ હાજર મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા દેશી હાથ બનાવટનો તમંચો (અંગ્નિશસ્ત્ર) ૧ તથા જીવતા કારતુસ ૧ સાથે મળી આવેલ.જેથી પકડાયેલ ઈસમને હથીયાર બાબતે ઉડાણ પુર્વક પૂછપરછ કરતા પોતાને હથીયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહાર ખાતેથી લાવેલ હોવાનુ જણાવતા ઈસમ વિરૂધ્ધમાં દહેજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!