મનોદિવ્યાંગ બાળકોનું બીજુ ઘર એટલે ભરૂચની કલરવ શાળા : નીલા મોદીના પ્રયાસોથી બાળકો પગભર

SHARE:

– ૭૦ થી વધુ બાળકોને વોકેશનલ ટ્રેનિંગ આપી સમાજમાં સન્માનથી જીવી શકે અને પોતે પગભર થાય તેવા નીલા મોદીના પ્રયાસો

ભરૂચ,

મનોદિવ્યાંગ બાળકોનું બીજુ ઘર એટલે ભરૂચની કલરવ શાળા જે માત્ર પ બાળકોથી શરૂ થયેલી શાળા આજે ૭૦ થી વધુ બાળકોના કલરવથી ગુંજી રહી છે.જેમાં બાળકોને વોકેશનલ ટ્રેનિંગ આપી સમાજમાં સન્માનથી જીવી શકે અને પોતે પગભર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીલાબહેનની કુખે એક સ્પેશીયલ (માનસિક અશક્ત-દિવ્યાંગ) પુત્રનો જન્મ થતાં તેનું નામ નિશ્ચલ રાખ્યું હતું.પુત્ર નિશ્ચલ 4 વર્ષનો થયો ત્યાં સુધી તો તેની દિવ્યંગતાની ગંભીરતા સમજાઈ ન હોતી.પરંતુ જેવો તેને શાળામાં પ્રવેશ કરવાનો સમય આવ્યો ત્યારે ભરૂચની અનેક શાળાઓમાં પ્રયત્નો કર્યા હતા.દરેક શાળાના વલણે તેમના માતૃત્વને લલકારી નાંખ્યું હતું.કારણ તેમનો પુત્ર દિવ્યાંગ હોવાથી એકપણ શાળાએ તેને પ્રવેશ આપવાની તૈયારી ન બતાવી.જ્યારે એક માતા કોઈપણ ભોગે પોતાના પુત્રને શિક્ષિત કરવા માંગતા હતા.ભરૂચની શાળાઓમાં પોતાના પુત્રને પ્રવેશ નહીં મળતાં તેમણે અન્ય શહેરોમાં સ્પેશિયલ (માનસિક અશક્ત) બાળકો માટેની શાળાની તપાસ શરૂ કરી હતી.જ્યાં અમદાવાદની રેશીડેન્શીયલ સ્કુલ ‘શારદા માનસીક સ્વાસ્થ્ય કેન્દ્ર’માં અનુકૂળ લાગતાં તેમના પુત્રને પ્રવેશ અપાવ્યો.આ સંસ્થાના કોઈ સભ્યએ નિશ્ચલમાં સારા પરિણામો જોતાં નીલાબહેનને જે કહ્યું તે આજે ભરૂચ જિલ્લા માટે આશિર્વાદમાં પરિણમ્યું છે.આ સંસ્થા શરુ કરવાની અદભુત પ્રેરણા પોતાના પુત્ર થકી મળેલ છે.દીવ્યાંગ વ્યક્તિ પ્રત્યે લોકોની સહાનુભુતિ હોય છે.પરંતુ સહાનુભુતિ પુરતી નથી તે દિશામાં નક્કર પગલા ભરવા જરુરી છે.પ્રકૃત્તિ ની સામે,ક્યાંક આપણે સૌ નિ:સહાય છીએ એથી હાર્યાં વગર જરુરી છે.દ્રઢ મનોબળથી દીવ્યાંગ બાળકોની સમસ્યાને વાચા આપવાનું ભગીરથ કાર્ય કલરવ ટ્રસ્ટે ૧૯૯૨ થી શરુ કર્યું અને આ શરુઆત થી જ સામાજીક સંસ્થાઓ, અગ્રણ્ય વ્યક્તિઓ અને ઈન્ડસ્ટ્રિઝના કર્તાઓનો સાથ મળતા કલરવ જોત જોતા માં ૨૯ વર્ષ પુરા કરી ૩૩ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યા છે.ત્યારે પ બાળકથી શરુ કરેલ સંસ્થામાં આજે ૭૦ થી વધુ બાળકો નિયમીત સુચારુ રીતે તાલીમ મેળવી રહ્યા છે.

કલરવનું લક્ષ્ય છે કે બાળકને તાલીમ આપી સામાન્યજન પ્રવાહમાં ક્ષમતા પૂર્વક કાર્ય કરી સન્માન ભર્યાં જીવન સાથે બીજાને મદદરુપ થાય કલરવમાં હાલ ૭૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે.જેમને નિયમીત શિક્ષણ સાથે સંગીત, નૃત્ય, ચિત્રકામ યોગા તેમજ રમત – ગમત ની તાલીમ આપવામાં આવે છે.સાથે સાથે કોમ્પ્યુટર શીખવાડી ડેટા એટ્રિની તાલીમ આપવામાં આવે છે.વોકેશનલ ટ્રેનિંગમાં બાળકો દિવાળીના દિવા, પડિયા,અગરબત્તિ તથા સ્પ્રિંગ ફાઈલો બનાવવા સાથે તહેવારો પહેલા રાખડી અને દીવડા તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે છે અને વેચાણ થકી મળતા નફાને બાળકોના બેંકના ખાતામાં જમા કરાવવામાં આવે છે જેથી તે આગળ જતા પોતે પગભર થાય તેવા આશ્રયથી વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આંતર રાષ્ટ્રીયકક્ષાએ કલરવ શાળાના ૮ બાળકો અમેરીકા, ઓસ્ટ્રેલીયા અને ચાઈના જઈને વિવિધ રમતોમાં સિધ્ધિઓ હાંસલ કરી મેડલ મેળવ્યા છે.તેમજ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પહોંચી અનેક ઈનામો મેળવ્યા છે.જે આજે પોતે પગભર થઈને રોજગાર મેળવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!