ભરૂચના બુદ્ધદેવ માર્કેટ નજીક સિમેન્ટનો થાંભલો ધસી પડતા વાહનને નુકસાન

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના પાંચબત્તી નજીક આવેલા બુદ્ધદેવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર સિમેન્ટનો થાંભલો અચાનક ધસી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.થાંભલો સીધો જ માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ફોરવ્હીલ કાર પર પડતાં વાહનને મોટું નુકસાન થયું હતું.

સિમેન્ટનો થાંભલો ધસી પડતાં તેની સાથે જોડાયેલા વીજ વાયરો પણ રસ્તા પર આવી ગયા હતા.જેના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો.જોકે સદ્દનસીબે આ ઘટનામાં માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!