રાજપીપલા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય : સરકારના કાર્યકર્મોમાં વ્યસ્ત સફાઈ કામદારોને નગરમાં સફાઈ કરવાનો સમય નથી?

SHARE:

– નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો શોભાના ગાંઠિયા સમાન : રાજપીપલા આજે ફરી એકવાર ગંદકી, દબાણો, રખડતા ઢોરોના સામ્રાજ્ય વાળું નગર બની ગયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

એક વખતનું સ્વચ્છ અને સુંદર રાજપીપળા નગર હવે ગંદકીથી ખદ બદી રહ્યું છે.મુખ્યમંત્રી હોય કે રાજ્યપાલ હોય કે રાષ્ટ્રપતિ આવે કે પીએમ મોદી આવે તો નગરપાલિકાના સફાઈ કામદારોને સ્વછતા અભિયાનના દોડાવતા નગરપાલિકાના અધિકારીઑ એવા તો મજબૂર બન્યા છે.રાજપીપલા નગરની સફાઈ કરવા તેમની પાસે હવે સફાઈ કામદારો રહ્યાં નથી. કોઈ દિવાળી કરવા રજા ઉપર જતું હોય તો કોઈ સરકારની સેવામા ખડે પગે કામ કરતા હોય તો બિચારા સફાઈ કામદારને નગરની સફાઈ કરવાનો સમય ક્યાંથી મળે?

આ તસવીરો ચીફ ઓફિસર અને પાલિકા સદસ્યોને દિવાળીની ભેટ તરીકે સાદર અર્પણ કરતા જનતા જણાવે છે કે સંતોષ ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તારની ગલીઓમાં દિવાળીના દિવસના ફૂટેલા ફટાકડા અને અન્ય કચરું વાળવા આજદિન સુધી કોઈ સફાઈ કામદાર ફરક્યા નથી? 8 દિવસથી નગરપાલિકાના સફાઈ કામદારો ક્યા અદ્રશ્ય થઈ ગયાં? સરકારની રેલીઓમાં ખેંચી ગયેલા કામદારોના અભાવે દિવા તળે અંધારું છવાઈ ગયું છે. પહેલા એક દિવસને આંતરે આવતા હતાં હવે આઠ આઠ દીવસે સફાઈ કામદારો દેખાતા નથી? માત્ર કચરો લેવા ટેમ્પો આવે છે પણ કચરો વાળવા કોઈ કેમ આવતું નથીએવો સવાલ આમ જનતામાં પુછાઈ રહ્યો છે.?રાજપીપલા નગર ગંદકીથી ખદબદે છે.નગરપાલિકા ટીમને આ તસવીરો દિવાળીની ભેટ સ્વરૂપે સાદર અર્પણ છે.પાલિકા વોર્ડના સદસ્યો તો શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. મત લેવા આવ્યા પછી આજદિન સુધી ફરક્યાં જ નથી લોકોને તો હવે એ પણ ખબર નથી કે ચૂંટાયેલા સભ્યો કોણ છે? આમ જનતાએ વોર્ડ 2 ના ચૂંટાયેલા સદસ્યો ને સાદર આમંત્રણ આપ્યું છે કે આવો સંતોષ ચાર રસ્તા પાસે આ ગન્દકી નું દ્રશ્ય જોવા ભલે પધારો.

નગરપાલિકાના ચીફ ઓફીસર નગરમાં થોડાં દબાણો હટાવી શુરા બનેલા ચીફ ઓફીસરપ્રજાના વિરોધ પછી થન્ડા પડી ગયેલા ચીફ ઓફિસરે નવા નવા આવ્યા ત્યારે રખડતા ઢોરોને પકડવાનું કરેલુ નાટક ચાર દિનકી ચાંદની બનીને રહી ગયું. છે. શાક માર્કેટ રોડ પર એક દીવસ દબાણો હટાવ્યાં ને મીડિયામા વાહવાહી બટોર્યા પછી એ અભિયાનનું પણ સૂરસુરિયું થઈ ગયું.!રાજપીપલા આજે ફરી એકવાર ગંદકી, દબાણો, રખડતા ઢોરોના સામ્રાજ્ય વાળું નગર બની ગયું છે.

પ્રજાએ ખોબા ભરીને નગરપાલિકાને મતો આપીને સત્તા પર બેસાડ્યા પછી આ નગરસેવકો પ્રજાની સમસ્યા ભારવા કે કે હલ કરવા ક્યારેય દેખાયા નથી.માત્ર સરકારી કાર્યક્રમોંમાં દેખાતા પ્રમુખ,ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરવાને બદલે સરકારી નોકર બની રહ્યાં હોય એવું જનતા અનુભવી રહી છે.શું નગરપાલિકા રાજપીપલા નગરને સ્વછ અને દબાણો રહિત બનાવવા આગળ આવશે ખરી?

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!