અંકલેશ્વરની યુવતીએ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરતા માછીમારોએ બચાવી

SHARE:

– સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકરની તત્પરતાથી બચાવ : સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

ભરૂચ,

નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવાના બનાવો યથાવત છે.જેમ અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી એક યુવતીએ કોઈ અજાણ્યા કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા માટે મોતની છલાંગ લગાવી હતી.જોકે સ્થાનિક નાવિકો અને સામાજીક કાર્યકર ની તત્પરતાના કારણે આબાદ બચાવ થયો હતો.

ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી પર બનેલા નર્મદા મૈયા બ્રિજ નું નિર્માણ થયા બાદ આત્મ હત્યાના બનાવો બની રહ્યા છે અને દિવસે દિવસે બ્રિજ પર થી લોકો મોતની છલાંગ લગાવી રહ્યા છે.ત્યારે ગુરુવાર ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ ભગવતી નગરમાં રહેતી ખુશીએ કોઈ અજાણ્યા કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા માટે મોતની છલાંગ લગાવી હતી.જેની જાણ સ્થાનિકોએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓએ તરત જ સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપતા નાવિકો ઘટના સ્થળે પહોંચી યુવતીને તરતી હાલતમાં જોઈ બચાવ કરી નાવડી મારફતે કિનારા પર લાવવામાં આવી રહી હતી તે દરમ્યાન યુવતીએ ફરી નાવડી માંથી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ નાવિકોની સતર્કતા અને કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમના પ્રયત્નોથી ફરીવાર યુવતીને બચાવી લેવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી યુવતીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર નર્મદા મૈયા બ્રિજ પરથી લોકો મોતની છલાંગ લગાવવાના બનાવો બનતા સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને સુરક્ષા ગ્રિલ લગાવવા રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં તંત્ર કેમ ગંભીરતા દાખવતું નથી? બ્રિજ પર સુરક્ષા ગ્રિલ લગાવવાનું કામ હજુ સુધી કેમ શરૂ થયું નથી? જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં હજુ પણ કેટલાં લોકોનો ભોગ લેવાશે?તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.ત્યારે તંત્ર સતર્ક બને તે જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!