ભરૂચની ઈલોરાપાર્ક સોસાયટી ખાતે પ લાખના ખર્ચે નવા શેડનું નિર્માણ કરાતા લોકાર્પણ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તથા ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટ માંથી ભોલાવ ગામે સ્થિત ઈલોરાપાર્ક સોસાયટી ખાતે અંદાજિત પ લાખના ખર્ચે નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ શેડનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે ઈલોરાપાર્ક સોસાયટીના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.નવા શેડના નિર્માણથી સોસાયટીના લોકો માટે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો,બેઠક તથા અન્ય સામૂહિક પ્રવૃત્તિઓ યોજવામાં સુવિધા મળશે.

આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી થાય તે માટે સરકાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે.તેમણે આગળ ઉમેર્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા કામો થકી લોકોનું દૈનિક જીવન સરળ બને છે.

જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું કે.મારી ગ્રાન્ટ માંથી આ શેડ બનાવવામાં આવ્યું છે.સોસાયટીના રહેવાસીઓને તેની સીધી સુવિધા મળશે.આવનારા સમયમાં પણ લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક આગેવાનો તથા સોસાયટીના રહેવાસીઓએ નેતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!