– હાટ બજારમાં વિવિધ જીવનોપયોગી વસ્તુઓનું વેચાણ થતા ગ્રામ્ય પ્રજાને સારો લાભ મળશે
(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લા માં રજવાડાના વખતથી વિવિધ જગ્યાએ અઠવાડિક હાટ બજાર ની પરંપરા મુજબ હાટ બજાર ભરાય રહ્યા છે.જેમાં ગ્રામીણ વિસ્તાર ની જનતા જઈ ને રોજિંદા જીવન વહેવાર ની ચીજ વસ્તુઓનો વેપાર અને ખરીદી કરતાં હોય છે, જેમ કે સુપડા, ટોપલા, બનાવનાર કારીગરો વેચાણ કરતાં હોય છે, તો શાકભાજી પકવતા ખેડૂતો શક્ભાજી નું વેચાણ કરતાં હોય છે.પાવીજેતપુર તાલુકાના કલારાણીમાં તા. ૫ ફેબ્રુઆરીથી બુધવારી હાટ બજાર શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આસપાસના ૪૦ થી ૪૫ જેટલા ગામડાઓનું કનેક્શન સીધું કલારાણી ગામે જોવાય રહ્યું છે તેમજ ખરીદી માટેનું મુખ્ય મથક પણ હોઈ અહીંયા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હોઈ છે.તેને ધ્યાને લઈ વેપારી મંડળ હવે દર બુધવારે કલારાણી ખાતે હાટ બજાર ઉભો કરવાનો નિર્ણય લેતા આગામી ૫મી ફેબ્રુઆરી બુધવારે કલારાણી ખાતે પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં હાટ બજારની શરૂઆત કરાવવામાં આવશે.બજારમાં જે વસ્તુ ગ્રાહક જે ભાવે મેળવે છે તેના કરતા હાટ બજારમાં આવતા ગ્રાહકોને સસ્તા ભાવે વસ્તુ મળે છે. જેનું કારણ બજારના વેપારીઓને દુકાનના ભાડા નોકરના પગાર અને લાઈટ બિલના લીધે ગ્રાહક પર ભાવ ચડાવતા હોય છે તેથી ગ્રાહકને મોઘું પડતું હોય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is