આમોદનું મોટું તળાવ સંપૂર્ણ ભરાઈ તે પહેલા જ કોન્ટ્રાકટર દ્વારા પાણીનો નિકાલ કરી તળાવ બ્યુટી ફિકેશનની ક્ષતિ ઢાંકવાનો પ્રયાસ

SHARE:

– ૬.૫૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાં પાલિકા શાસકો મૌન

આમોદ,

આમોદ મોટા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા ૬.૫૯ કરોડના ખર્ચે તળાવ બ્યુટી ફિકેશન કરાવવામાં આવી રહ્યું છે.પંરતુ જ્યારથી તળાવનું ભૂમિ પૂજન થયું ત્યારથી જ તળાવ ભ્રષ્ટાચારના વમળમાં ઘેરાયું છે.જેમાં તળાવમાં એસ્ટિમેન્ટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેમજ મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી.જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી.આ ઉપરાંત તળાવ ફરતે કરેલી રેલીંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ઘ્યાને આવ્યું છે.તળાવ ફરતે બેસાડવામાં આવેલા બ્લોક પણ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.તળાવની આસપાસના રબર મેટલની પાળો બેસી ના જાય તે બહાને કોન્ટ્રાક્ટરે પોતાની કુનેહ બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપનું ભૂંગળું બેસાડી દીધું છે.જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલાં જ લગભગ પાંચ ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી બહાર નીકળી જાય છે.જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયુ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેથી નગરજનોમાં માંગ ઉઠી છે કે પાણી બહાર ન જાય તળાવ સંપૂર્ણ ભરાઈ તેની યોગ્ય તકેદારી લેવામાં આવે.આમોદ નગરજનોમાં ચર્ચા જાગી છે કે જો તળાવ સંપૂર્ણ ભરાઈ જ નહીં તો પછી તળાવ બ્યુટીફિકેશનનો મતલબ શું છે?અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલીકા શાસકો દ્વારા કોન્ટ્રાકટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોય તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!