(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગર ખાતે પોલીસે આંકફરકના આંકડાનો જુગાર રમાડતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા પીઆઈ કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ પોલીસના માણસો ઝઘડિયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ઝઘડિયા નગરના રાઠોડ ફળિયામાં રહેતો મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં બેસીને આંક ફરકના આંકડા લખીને જુગાર રમાડે છે.પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં બેસીને એક ઈસમ કંઈક લખતો હતો અને એક ઈસમ વાંકો વળીને કંઈક લખાવતો હતો.પોલીસને જોઈને લખાવનાર ઈસમ નાશી ગયો હતો.પોલીસે સ્થળ ઉપર હાજર મળેલ આંકડા લખનાર ઈસમને તેનું નામ પુછતા તેનું નામ મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસને તપાસ દરમ્યાન સ્થળ ઉપરથી આંકડા લખેલ કાગળ તેમજ બોલપેન મળી આવ્યા હતા.કાગળમાં અલગઅલગ આંકફરકના આંકડા લખેલા હતા.સદર પકડાયેલ ઈસમના ખિસ્સા માંથી રોકડા રૂપિયા ૧૪૦૦ મળી આવ્યા હતા.આ રૂપિયા હારજીતના આંકડા લખેલ તેના હોવાનું તેણે જણાવ્યું હતું.પોલીસે સ્થળ ઉપરથી મળેલ રોકડ રકમ સહિત આંકડા લખવાનો સામાન કબ્જે લીધો હતો અને આંકડા લખતા પકડાયેલ ઈસમ મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




