ભરૂચ,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકવાની માંગ સાથે નોટીફાઈડ એરિયા કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નોટીફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તંત્રને રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં સ્વ.એહમદ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહયું છે.તેમણે અંકલેશ્વરના નાગરિકોના હિત માટે અનેક કામગીરી કરી હતી અને લોકો માટે હંમેશા મદદરૂપ બન્યા હતા.તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટીફાઈડ રેહણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી આવતી પેઢીઓ પણ તેમની સેવા અને કાર્યને યાદ રાખી શકે તેવી માંગ કરવામાં આવી છે.સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નોટીફાઈડ એરીયા કોંગ્રેસના પ્રમુખ જીવણ સાવલિયા,મહામંત્રી શૈલેષ પ્રજાપતિ,સંજયસિંહ રાજ મનુભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




